News of Saturday, 12th October 2024
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દશેરા નિમિત્તે માતાજીના જવારાનું પૂંજા અર્ચના બાદ વિસર્જન કરાયું
નવ દિવસ ભક્તોના ઘરમાં માતાજીની સ્થાપના બાદ દશેરાએ માતાજીનું વિસર્જન કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં નવરાત્રી નો પર્વ ખૂબ શ્રદ્ધા પૂર્વક મનાવવામાં આવ્યો, જેમાં નવ દિવસ ભાવિક ભક્તો પોત પોતાના ઘરે ખુશીથી માતાજીની સ્થાપના કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું કરજણ નદીમાં વિસર્જન કરતા હોય છે, આજે દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો એ વાજતે ગાજતે કરજણ નદી માં વિસર્જન કર્યું હતું.ત્યારે આ વિસર્જન ટાણે કેટલાક ભક્તોની આંખો મતાજીની વિદાય ને લઈ ભીની થયેલી પણ જોવા મળી હતી આમ અશ્રુભરી આંખે માતાજીના જવારા નું આજે કરજણ નદીમાં વિસર્જન કરાયું હતું. આ જ રીતે નાંદોદ તાલુકાના ભૂછાડ ગામમાં નોમનાં દિવસે માતાજીનાં જવારાનું ભક્તિભાવ પૂર્વક શ્રઘ્ધા ભાવથી વિસર્જન કરવામાં આવ્યું હતું.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
