News of Saturday, 12th October 2024
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગઢવીએ શસ્ત્ર પૂજન કરી લોકોને દશેરાની શુભકામના પાઠવી
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ દશેરા નિમિતે તમામને શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દશેરાનો પર્વ હોય પોલીસ ખાતા દ્વારા શસ્ત્ર પૂંજન કરવામાં આવે છે, જેના નર્મદા જિલ્લના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશન માં પીઆઈ વી.કે. ગઢવી એ શસ્ત્ર પૂજન કરી સૌને દશેરા નિમિતે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજપીપળા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વિજયા દસમીના પવિત્ર અને પાવન દિવસે શક્તિ રૂપે હથિયારનું પૂજન કરવામાં આવતું હોય છે, ત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશન માં શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેદિક મંત્રોચ્ચાર સાથે વિધિ પૂર્વક શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું, પોલીસ કર્મચારીને લોકોની રક્ષા કરવા માટે મળતા હથિયારના પૂજન સમયે પોલીસ કર્મચારી ખાસ હાજર રહ્યા હતા. તો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ દશેરા નિમિતે તમામને શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
