News of Saturday, 12th October 2024
નાનાપાટણા ગામે નદીમાં સ્નાન કરવા ગયેલ વ્યક્તિ ગુમ થયા બાદ ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
પોતાના પુત્ર સાથે ઘર નજીક આવેલ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા બાદ ગુમ થયા હતા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના નાનાપાટણા ગામના વ્યક્તિ નદીમાં નાહવા ગયા બાદ ગુમ થયા હતા ત્યારબાદ ત્રીજા દિવસે તેમનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર નિતેશભાઇ શનાભાઇ જાતે વસાવા(રહે.નાનાપાટણા) નાઓ એ આમલેથા પોલીસ ને જાણ કર્યા મુજબ તેમનો દિકરો ગુમ થનાર તેમના પિતાજી છનાભાઇ જયંતિભાઇ વસાવા, ( ઉમર આ.૪૩) (રહે. નાનાપાટણા )સાથે ઘરની નીચેના ભાગે આવેલ નર્મદા નદીમાં સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં ન્હામાં માટે ગયેલ તે દરમ્યાન તેઓ કપડા સાથે નદીમાં ન્હાવા પડતા નર્મદા નદીના પાણીમાં ડૂબી જતા શોધખોળ તપાસ કરતા મળી નહિ આવતા પુત્રએ પોલીસને જાણ કર્યા બાદ ત્રીજા દિવસે તેમનો મૃતદેહ ઓરી ગામના નદી કિનારે થી મળી આવતા પોલીસે તેને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
