<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

તહેવારોમાં ખાણી પીણીની વસ્તુઓ ગમે તેટલી મોંઘી થાય વેચાણ તો થવાનું જ... રાજપીપળામાં ફરસાણની દુકાનો પર ફાફડા-જલેબી લેવા ગ્રાહકોની મોટી લાઈનો

આ વર્ષે ફાફડા. જલેબી મોંઘા થવા છતાં ઓછા લઈને પણ લોકો એ શોખ પૂરો કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દશેરાના પર્વમાં ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરાને આજની પેઢી એ હજુ જાળવી રાખી છે અને વસ્તુ ગમે તેટલી મોંઘી કેમ ના હોય શોખીનો તેને ખાવાના તો ખરા જ

આજે દશેરાના પર્વ માં રાજપીપળા શહેરની ફરસાણની દુકાનો પર સવારથી ગ્રાહકોની મોટી લાઈનો જોવા મળી હતી, જેમાં શહેરની કેટલીક જાણીતી દુકાનો પર લાંબી લાઈનો હોવા છતાં ભલે સમય બગડે પરંતુ એ દુકાન પરથી જ ફાફડા જલેબી લેવા લોકો કલાકો લાઇન માં ઊભા રહ્યા હતા.
   જોકે દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબી બનાવવાની સામગ્રીના ભાવમાં વધારો થતાં બંને વસ્તુ મોંઘી થઈ હતી છતાં તહેવાર અને ખાવાના શોખીન લોકોએ ઓછા વત્તા પ્રમાણમાં પણ તેની ખરીદી કરી તહેવાર મનાવવા ફાફડા જલેબી ખાવાની મજા માણી હતી.

(10:38 PM IST)