<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

છોટા ઉદેપુરના મંડલવા નજીક ગરબા જોઈને પરત ફરતા બુલેટને નડ્યો અકસ્માત : 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત

બુલેટ ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રસ્તા પરથી ઉતરીને ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ

છોટા ઉદેપુરના મંડલવા નજીક ગત મોડી રાતે ગરબા જોઈને પરત ફરી રહેલા બુલેટને અકસ્માત નડતા 2 મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં બુલેટ ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રસ્તા પરથી ઉતરીને ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુરના ડુંગરભીત ગામમાં રહેતો જયેશ રાઠવા પોતાની રોયલ એનફિલ્ડ બુલેટ લઈને ગામમાં જ રહેતા તેના મિત્ર નુવક રાઠવા તેમજ ઝોઝ ગામના કમલેશભાઈ રાઠવાને બેસાડીને ગરબા જોવા ગયો હતો

જ્યાંથી રાતે 1 વાગ્યે ત્રણેય મિત્ર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મંડલવા ગામ નજીકના વળાંક પર જયેશ રાઠવાએ સ્ટાયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રસ્તા પરથી ઉતરીને ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતુ. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં જયશે અને નુવક રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. જ્યારે કમલેશ રાઠવાને ગંભીર ઈજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો આ સમગ્ર મામલે ઝોઝ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(11:30 PM IST)