News of Sunday, 13th October 2024
પ્રયાગરાજમાં રેલવે ટ્રેક અંગે ચાલતા કામને કારણે અમદાવાદ ડિવિઝનની આવતી -જતી ટ્રેનને અસર
કેટલીક ટ્રેનોને રદ કરાઈ તો અમુક ટ્રેનને ડાયવર્ટ કરી દેવાઈ

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (ઈઆઈ )માં રૂપાંતરિત કરવાને કારણે, અમદાવાદ મંડળમાંથી ચાલતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થવાની છે. પ્રભાવિત ટ્રેનોની વિગતો આ મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ
19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ
પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:
16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સુપરફાસ્ટ સ્પેશિયલને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના માર્ગ પર ચલાવવામાં આવશે.
18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ પરિવર્તીત માર્ગ વાયા પંડિત દીન દયાલ ઉપાધ્યાય-લખનૌ-કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
