તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
તહેવારો ટાણે ભેળસેળ સામે ઝુંબેશઃ ૪.૫ કરોડથી વધુનો ખાદ્ય ચીજોનો જથ્થો જપ્તઃ જનજાગૃતિ કાર્યક્રમો
ખોરાક અને ઓૈષધ નિયમન તંત્ર દ્વારા ફુડ સેફટી પખવાડિયાની ઉજવણી

ગાંધીનગર તા.૧૪: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી ના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડાઃરૂ. ૪.૫ કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયારે ૨૪૨૩ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.
આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન ૫૬ લાખથી નાગરિકો માટે ૬૪૦ થી વધુ જાગળતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. મહેસાણા પાટણ વગેરે જગ્યાએ તપાસ કરી ભેળસેળ સંદર્ભે જપ્તી સહિતની કામગીરી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રવળત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ માં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયાને ઉજવીએ અને ‘‘સલામત ખોરાક, સ્વસ્થ ગુજરાત'' હેઠળ ગુજરાતને ખોરાકની ગુણવત્તાની બાબતમાં દેશમાં મોખરાનું રાજ્ય બનાવીએ. તેવી આશા ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી. કોશિયાએ વ્યકત કરી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
