તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
રાજ્યના 12 જિલ્લામાં છુટછવાયા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : યલો એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે

અમદાવાદ : અરબી સમુદ્રમાં સિસ્ટમ એકિટવ થતાં ગુજરાતના વાતાવરણમાં છેલ્લા સપ્તાહથી પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં છુટછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાના પગલે રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના મોડલ મુજબ આજે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. ઉમિયાધઆમ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા પાણી પાણી થયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ નુકસાનીનો વરસાદ વરસ્યો છે. વાંકાનેરના ખીજડીયા ગામ પાસેના કોઝ વે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા હાલ વાંકાનેર-રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આફત બન્યો છે. ભરૂચના ટંકારીયા ગામે વીજળી પડતા ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટંકારીયાથી પાદરીયા તરફ જતા રોડ પર વીજળી પડવાની ઘટના બની જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફુટ ખોલી દેવાતા નદીમાં બે હજાર 590 ક્યુસેક પાણી છોડાયું છે. મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને નદીકાંઠે ન જવાની અપીલ સાથે એલર્ટ કરવામાં આવ્યાં છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
