તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ડીસામાં ધોળા દિવસે 80 લાખથી વધુની લૂંટથી સનસનાટી : આંગડિયાના હવાલાની રકમ છીનવીને બે લૂંટારુઓ ફરાર
એક કર્મચારી એક્ટિવા પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો.ત્યારે બે શખ્સોએ રોકી રિવોલ્વરની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ છીનવી ફરાર થઈ ગયા: વાડી રોડ પરથી લાલ ચાલી વિસ્તારના રસ્તા પર લૂંટ : શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી

ડીસામાં ધોળા દિવસે લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની બતાવીને આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ રૂપિયાની લૂંટની થયાની ઘટના સામે આવી છે. અહીં એક કર્મચારી એક્ટિવા પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો. આ દરમિયાન બે શખ્સોએ તેને રોકી રિવોલ્વરની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ છીનવી અને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ડીસામાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ 80 લાખથી વધુની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાડી રોડ પરથી લાલ ચાલી વિસ્તારના રસ્તા પર જતા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યા હતા. આ પછી બંદૂક બતાવી બેગ ભરેલી રકમ લૂંટી લીધી અને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા, ડીસા શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી અને લૂંટારાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
