<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કાલે ગાંધીનગરમાં ઉધોગ સાહસિકતા દિન ઉજવાશેઃ નવી કાપડ નીતિ જાહેર થશે

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૪  ગુજરાત સરકાર દ્વારા ઉધોગ સાહસિકતા દિવસની ઉજવણી નિમિતે કાલે તા. ૧૫, મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે મહાત્‍મા મંદિર ગાંધીનગર ખાતે સમારંભ યોજાનાર છે. જેમાં નવી ટેક્ષટાઇલ પોલીસી  જાહેર થશે.

શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રી, ગુજરાત તથા અતિથિ વિશેષ તરીકે શ્રી બલવંતસિંહ રાજપુત માનનીય મંત્રી, ઉધોગ, લઘુ,સૂક્ષ્મ અને મધ્‍યમ ઉધોગ  શ્રી હર્ષભાઇ સંઘવી ગૃહ અને ઉધોગ, ગુજરાત તથા શ્રી જગદીશભાઇ પંચાલ મંત્રી (રા.ક.) સહકાર મીઠા ઉધોગ લઘુ સૂક્ષ્મ અને મધ્‍યમ ઉધોગ કુટિર, ખાદી અને ગ્રામોધોગ હાજરી આપશે.

સુરત ચેમ્‍બર પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત ટેકસ્‍ટાઇલ પોલીસી જાહેર થવાની હોવાની જાહેરાત ઉધોગકારો માટે મહત્‍વની સાબિત થશે. વર્તમાન સમયમાં ગારમેન્‍ટ સેકટરની ભારે બોલબાલા છે ત્‍યારે નવી ટેકસ્‍ટાઇલ પોલિસી ગારમેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી માટે સારા દિવસો લાવે તેવી આશા છે. ટેકસ્‍ટાઇલ પોલીસી જાહેર કરવા માટે ચેમ્‍બર દ્વારા રજુઆત થઇ હતી

(1:34 PM IST)