News of Monday, 14th October 2024
વડોદરામાં દારુ પિવાના પૈસા ના આપનાર પત્નીને પતિએ છરીના ઘા મારીને ગળાફાંસો ખાઈ લીધો
વારસિયામાં રહેતા એક પરિવારમાં દારુ પિવાના રૂપિયા બાબતે માથાકુટ થઈ: હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

વડોદરામાં દારુ પિવાના પૈસા ના આપનાર પત્નીને પતિએ છરીના ઘા મારીને ગળાફાંસો ખાઈ લીધો છે. વડોદરાના વારસિયામાં રહેતા એક પરિવારમાં દારુ પિવાના રૂપિયા બાબતે માથાકુટ થઈ હતી. પત્નીએ દારૂ પીવાના 20 રૂપિયા ના આપતા, પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ પતિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
