<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળ્યા

કેટલોક ડેટા ડિલીટ કર્યાની આશંકા સાથે પોલીસે પાંચેયના મોબાઈલને વૈજ્ઞાનિક તપાસ માટે FSLમાં મોકલ્યા

વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. કેટલોક ડેટા ડિલીટ કર્યાની આશંકા સાથે પોલીસે પાંચેયના મોબાઈલને વૈજ્ઞાનિક તપાસ માટે FSLમાં મોકલ્યા છે. સમગ્ર મામલે યુપી પોલીસને પણ જાણ કરાઇ છે. 

 બે મુખ્ય આરોપીઓના DNA મેચ થયા હોવાનો પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે.  16મી ઓક્ટોબરના રોજ કોર્ટમાં ચાર્જશીટ મૂકવા જિલ્લા પોલીસે કવાયત હાથ ધરી છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.

(1:44 PM IST)