News of Monday, 14th October 2024
એકતાનગર સ્થિત જીસેક ક્લબ ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત જીસેક ક્લબ ખાતે વિજયા દશમી નિમિત્તે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જીસેક ના કર્મચારીઓ દ્વારા રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. જીસેક ના મુખ્ય ઇજનેર અજીતભાઈ ગેરવાલા એ ઇલેક્ટ્રીક સ્વીચ ઓન કરી રાવણના પૂતળા નું દહન કર્યું હતું, આકાશમાં ફટાકડાની આતશબાજી ના દ્રશ્યો જોવા મળ્યા હતા, ફટાકડાના રંગબેરંગી દ્રશ્યોથી આકાશ રંગાયું હતું.
કાર્યક્રમમાં એસ.ઈ.રાકેશભાઈ ચૌધરી સાથે એક્ઝિક્યુટિવ ઇજનેર આર સી પટેલ, શ્યામભાઈ રાઠોડ, પંકજભાઈ ચૌધરી, કલ્પેશભાઈ રાઠવા, મુનામી, આર એન ભુરીયા, સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર કર્મચારીઓને એપ્રિએશન સર્ટી આપી સન્માનિત કરાયા હતા.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
