<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ફેર પ્રાઇઝ એસો.ની હડતાળ દિવાળીમાં ગ્રાહકોને જથ્થો મળે એ આશયથી સ્થગિત રાખવા છતાંનર્મદા જિલ્લામાં હજુ તુવેરદાળ નહિ આવતા દુકાનદારો મૂંજાયા :ગ્રાહકો સાથે ચકમક

કોઈપણ મોટા તહેવારોમાં સરકાર કાર્ડ ધારકોને વધારાની વસ્તુઓ આપવા જાહેરાત કરે છે પરંતુ જથ્થો સમયસર નહિ આવવાની વારંવારની સમસ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર ગુજરાત રાજ્ય માં ફેર પ્રાઇઝ એસો. ના સંચાલકોએ તેમની પડતર માંગણીઓ મુદ્દે હડતાળનું રણશિંગુ ફૂંકી ચાલુ મહિનાનો અનાજનો જથ્થો નહિ લેવા સરકાર સામે બાંયો ચઢાવી હતી પરંતુ દિવાળી જેવા મોટા તહેવારમાં રેશનકાર્ડ પર નભતા કેટલાક જરૂરિયાતમંદ પરિવારોની તકલીફને ધ્યાને રાખી અને પડતર માંગણી પૈકી એક માંગણીમાં સરકારે છૂટછાટ આપતા ફેર પ્રાઇઝ એસો. દ્વારા દિવાળી પૂરતી હડતાળ મોકૂફ રાખી કાર્ડ ધારકોને અનાજ આપવાની દિલગીરી દેખાડી છે, પરંતુ પરમીટના નાણાં ભર્યા બાદ કાર્ડ પર આપવાનો અનાજનો જથ્થો મળ્યો તેમાં તુવેરદાળ નહિ મળતાં દુકાનદારો મૂંઝવણ માં મુકાયા છે,

   જાણવા મળ્યા મુજબ પુરવઠા ગોડાઉન પર બધું અનાજ આવી ગયું પરંતુ તુવેરદાળ હજુ નહિ આવતા એકપણ દુકાનદારને દાળ નહિ ફળવાતા ગ્રાહકોને શું આપવું..? કાર્ડ ઉપર ઘઉં, ચોખા, ખાંડ સહિતની બીજી વસ્તુ આપી તુવેરદાળ લેવા ફરી ગ્રાહકોને બોલાવે તો દુકાનદારો સાથે તકરાર થાય છે, જોકે આ બાબત દરેક મોટા તહેવારોમાં જોવા મળી છે જેમાં સરકાર જાહેરાત કરે ત્યારબાદ અમુક અનાજ નિગમ માંથી સમયસર નહિ આવતા સ્થાનિક ગોડાઉન પર આવતું નથી અને કોઈ દુકાનદાર ને મળતું નહિ હોવાથી આ સ્થતિનું નિર્માણ થાય ત્યારે સામા તહેવારોમાં દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ચકમક થતી હોય છે. માટે સરકાર રેશનકાર્ડના ગ્રાહકો માટે જાહેરાત કર્યા બાદ સમયસર તેનો જથ્થો દરેક જિલ્લામાં પહોંચે એ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.
 દુકાનદારોએ ૧૦૦ ટકા રૂપિયા ભરી દીધા હોવા છતાં નિગમમાંથી દાળ નહિ આવતા ગોડાઉનમાંથી મળતા અન્ય માલ સાથે દાળ નહિ મળતાં મુશ્કેલી, હવે જો સોમવારે ખાંડ આવે તો તેનો સેમ્પલ ચકાસણી માટે જાય જેમાં બીજા ત્રણ ચાર દિવસ નિકળી જતા હોવાથી રૂપિયા ભરવા છતાં દુકાનદારો ને ગ્રાહકોનું સાંભળવું પડે છે, તો શું સરકાર દુકાનદારો ના રૂપિયે આ ધંધા કરે છે..?

(1:50 PM IST)