<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નર્મદા જિલ્લામાં યુવા વર્ગના આપઘાતના કિસ્સા વધ્યા, જેમાં કોઈ બચે તો કોઈ મૃત્યુ પામે છે

આપઘાતની ઘટના ઘટે એ માટે નર્મદા પોલીસ અવાર નવાર કાર્યક્રમો કરી સમજ આપે છે છતાં યુવકો અને યુવતીઓ આવું પગલું ભરે છે:જોકે આવી ઘટનાઓ માં વધુ પડતાં લગભગ પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાની વાત નકારી ના શકાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં યુવા વર્ગના આપઘાતની ઘટના વધી રહી છે અને આવી ઘટનાના વધે અને અટકે તે માટે નર્મદા પોલીસ દ્વારા અનેકવાર કાર્યક્રમો કરાયા છે અને આપઘાતના કિસ્સા ઘટે તે બાબતે યોગ્ય સમજ પણ પોલીસ દ્વારા આપવામાં આવે છે, છતાં સ્કૂલ, કોલેજ માં અભ્યાસ કરતો યુવાવર્ગ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા મળતા કે અન્ય કોઈક કારણોસર આપઘાત જેવું પગલું ભરે છે જેમાં કેટલાક મરે છે તો કેટલાક જીવી જાય છે.

   તાજેતરના પણ ગરુડેશ્વર તાલુકાના ગુણેથા ગામમાં પણ એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હેતલબેન સુનિલભાઇ ભીલ (ઉ.વ.આ.૧૯)( રહે.ગુણેથા તા- ગરુડેશ્વર જી.નર્મદા) નાઓએ પોતાના ઘરે કપાસમાં છાંટવાની દવા પી જતા તેમના દાદા સત્તારભાઈ માનસીંગભાઇ ભીલ ૧૦૮ દ્વારા સરકારી દવાખાના ખાતે લાવ્યા હતા, જોકે હેતલબેન આ પ્રયાસમાં બચી ગયા હતા અને તેમને સારવાર માટે રાખવામાં આવ્યા હોય ગરુડેશ્વર પોલીસે નોંધ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(1:55 PM IST)