<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ભ્રષ્ટાચારની ગંધ....જેસલપોર ગામે ખોટી રીતે બોર/ટ્યુબવેલ બનાવીને નાણા કોણ ચાઉં કરી ગયું...?!

ગામના એક વ્યક્તિએ પોતાના ઘર આગળ પોતાના ખર્ચે બોર બનાવ્યો, એ બોર પંચાયતે બનાવ્યો તેમ બતાવી કોણે રૂપિયા ચાંઉ કર્યા..? તંત્રને રજૂઆત કરતા નીચલી કક્ષાથી કોઈ કાર્યવાહી નહિ થતા ડીડીઓને રજૂઆત બાદ તપાસની આપી ખાતરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સરકારી યોજનાના કામોમાં ઘણો ભ્રષ્ટાચાર થાય છે અને વારંવાર આ માટે ફરિયાદો પણ થતી હોવા છતાં ભ્રષ્ટાચાર બંધ થયો નથી, હાલમાં નાંદોદ તાલુકાના જેશલપુર ગામમાં ખોટી રીતે પાણીના બોર બતાવીને કોઈકે નાણાં ચાઉં કર્યા હોવાની ગંભીર ફરિયાદ ગામના એક જાગૃત નાગરિકે કરતા ભ્રષ્ટાચારીઓ નીચે રેલો આવશે.

જેશલપૂર ગામમાં રહેતા વિજયભાઈ ભુપતભાઈ બારીયાએ પોતના ઘર આગળ લગભગ ૮૫ હજારના પોતાના ખર્ચે પાણીનો બોર બનાવ્યો હોય આ બોર પંચાયત એ બનાવ્યો હોવાનું બતાવવા માટે વિજયભાઈ બારીયાને બોર પાસે ઊભા રાખી ફોટા પાડી આ બોર પંચાયત હસ્તક બન્યો હોવાનું બતાવી નાણાંની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે આ જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં આગળ કોઈજ તપાસ કે કાર્યવાહી નહિ થતા આખરે વિજય બારીયા સાથે ગામના ડેપ્યુટી સરપંચ અને કેટલાક પંચાયત સભ્યો જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુને મળ્યા અને આ રજૂઆત કરતા તેમણે આ મુદ્દે ચોક્કસ તપાસ કરી યોગ્ય પગલાં લેવા ખાતરી આપી હતી.
 આ બોરના રૂપિયાની કોણે ઉચાપત કરી છે.? નાણાં ચાઉં કરવામાં કેટલા લોકો સંડોવાયેલા છે અને સરકારી યોજનાઓ માં આ રીતે કેટલા કામોમાં ભ્રષ્ટાચાર કરાયો છે આ તમામની તપાસ કરી નાણાંની ઉચાપત કરનાર તત્વો વિરૂદ્ધ કાયદેસર પગલાં લેવાઇ તેવી માંગ ઉઠી છે.
 વિજયભાઈ બારીયાએ જણાવ્યું કે મે તારીખ. ૫.૯.૨૦૨૪ના રોજ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી ત્યારથી કેટલાક લોકો મારા ઘરે આવી મને સમજાવે છે કે તુએ ખોટી અરજી કરી આવું નહિ કરવાનું, અને હાલમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ ફરી આ માણસો મારા ઘરે આવી કહે છે કે તારા બોરનો તુએ જે ખર્ચ કર્યો છે એ તને આપવી દઈએ પણ તું અરજી પાછી ખેંચી સમાધાન કરી લે..જોકે વિજય બારીયાએ આ મુદ્દે કોઈ જવાબ નહિ આપી નાણાંની ઉચાપત કરનારાઓને ખુલ્લા પાડી બીજીવાર આવું ના બને એ માટે જાગૃતતા બતાવી છે.
 જેસલપૂર ગામના સરપંચ કપિલાબેનના પતિ હર્ષદભાઈ વસાવાએ આ બાબતે જણાવ્યું કે આ ફરિયાદ ખોટી છે, આવું કંઈ બન્યું નથી પણ વિજયભાઈ બારીયાને કોઈએ ખોટી માહિતી આપી હોવાથી તેઓએ અરજી કરી છે.
જોકે આ ફરિયાદમાં અરજદાર સાચા કે સરપંચ સાચા એ બાબત તો તટસ્થ તપાસ થયા બાદ જ બહાર આવશે

(1:58 PM IST)