<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

સરકારે ખેડૂતોને કાંઇ આપવુ જ ન હોય તો સર્વે-સહાયની જાહેરાતોબંધ કરેઃ પાલભાઇ આંબલીયા

બે-ચાર દિવસથી વરસાદથી ખેડૂતોની આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્‍યું: કિસાન કોંગ્રેસના ચેરમેનનો આક્રોશ

રાજકોટ,તા. ૧૪: ખેડૂતોને માવઠાના માર પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્‍યુ છે કે, છેલ્લા બે ચાર દીવસથી વરસતા વરસાદે ખેડૂતોના સપના રોળી નાખ્‍યા.માવઠા એ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્‍યો. ખેલૈયાઓના તો ખેલ બગડ્‍યા પણ ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફરી વળ્‍યું છે.

આગોતરા - પાછોતર બન્ને વાવેતરને નુકશાનકારક માવઠાથી મગફળી, કપાસ વગેરે પાકોને ખૂબ મોટું નુકસાન અતિવળષ્ટિમાં ૮૦% કપાસ નાશ પામ્‍યો બચ્‍યો હતો તેનો માવઠાએ સોથ વાળ્‍યો મગફળીના પાથરા, કપાસના ફૂલ જીંડવા પર માવઠાની મોટી અસર થશે. પહેલા અતિવળષ્ટિ બાદમાં માવઠા એ ખેડૂતના ઘરમાં દિવાળીએ હોળી કરી છે.

સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે.૧૮ થી ૨૪ જુલાઈમાં થયેલ અતિવળષ્ટિ માટે ૩૫૦ કરોડની જાહેરાત પણ રાતી પાઇ મળી નહિ.૨૨ થી ૩૦ ઓગસ્‍ટ અતિવળષ્ટિનું સર્વે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી.જમીન ધોવાણનું તો સર્વે પણ થયું નથી.જુલાઈ અતિવળષ્ટિના ફોર્મ ભરાવ્‍યાં પણ ફરજીયાત બિન પિયત પાકો માટે જ જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને ૪૪૦૦૦ હજાર મળવાપાત્ર હતા. ફરજીયાત બિન પિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર ૨૨૦૦૦ હજાર જ મળશે.સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ નહોય તો સર્વે ને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે તેમ પાલભાઇ આંબલીયાએ જણાવ્‍યું છે

(2:04 PM IST)