<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજપીપળા કાછીયાવાડના રહીશો રાવણ દહન અગિયારસના દિવસે કરે છે: રાવણ દહન કરાયું

કાછીયા સમાજ દ્વારા 17 ફૂટ ઉચો રાવણ બનાવી શોભાયાત્રા કાઢી મોડી સાંજે તેને અગ્નિદાહ આપવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા:આસુરી શક્તિ ઉપર સત્યના વિજયના ઉત્સવ એટલે દશેરા અને જેની ઉજવણી પુરા ભારતભરમાં કરવામાં આવે છે. આમ તો દશેરાના દિવસે રાવણનો વધ રામ ભગવાને કર્યો, એટલે દશેરાના દિવસે તમામ જગ્યાઓ પર રાવણ દહન નો કાર્યક્રમ કરવામાં આવે છે. દશેરાના દિવસે ઠેર ઠેર રાવણ દહન કરવામાં આવે છે, જયારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં વર્ષોથી રાવણ દહન દશેરાના દિવસે નહિ પણ અગિયારસના દિવસે કરવામાં આવે છે, રાજપીપળાના કાછીયા સમાજ દ્વારા આશરે 17 ફૂટ ઉચો રાવણ બનાવવામાં આવ્યો છે, જેમનું માનવું છે કે દશેરાના દિવસે રાવણનો રામ ભગવાને વધ કર્યો હોય હિંદુ સસ્ત્રોક્ત વિધી મુજબ રાત્રીના અગ્નિદાહ અપાય નહિ જેને કારણે રાજપીપળામાં કાછીયાવાડ સમાજ દ્વારા દર વર્ષે અગિયારસના દિવસેજ રાવણ દહન કરવામાં આવે છે, સંસ્કાર યુવક મંડળના યુવાનો દ્વારા રાવણ જાતે બનાવવામાં આવે છે, આ વર્ષે 10.000 ફટાકડા નાંખી રાવણ બનાવવામાં આવ્યો છે.

આજરોજ અગિયારસના દિવસે કાછીયા સમાજ દ્વારા રાવણ ની વાજતે ગાજતે ગરબા ની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

(2:02 PM IST)