<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

અમદાવાદ પારસી પંચાયત દ્વારા રતન ટાટાને ભાવપુર્ણ શ્રધ્‍ધાંજલિ

 

રાજકોટઃ તાજેતરમાં ભારતના ઉદ્યોગજગતના ઝળહળતા સિતારા એવા ટાટા જુથના સુપ્રિમો રતન ટાટાનું દુઃખદ અવસાન થયું. સ્‍વર્ગસ્‍થને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરવા અમદાવાદ પારસી પંચાયત દ્વારા રવિવારે ૧૩મીએ શ્રધ્‍ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્‍થિત પારસી ભાઇ-બહેનોએ ભારે હૈયે રતન ટાટાને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતાં. અમદાવાદ પારસી પંચાયતના પ્રેસિડેન્‍ટ બ્રિગેડીયર (નિવૃત) જહાંગીર અંકલેસરીયાએ સ્‍ટેજ પરથી ઉપસ્‍થિત સોૈને સંબોધતા રતન ટાટાના યોગદાન વિશે વાતો પ્રસ્‍તુત કરી હતી. રસના ગ્રુપના ચેર પરસન તિરૂઝ ખંભાતા, આઇઆઇએમ અમદાવાદના પુર્વ પ્રોફેસર ડો. દિનીયાર પેસ્‍ટોનજી, કે. એન. યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો. સુભાષ બ્રહ્મભટ્ટ, એચ. કે. આર્ટસ કોલેજના એકેડેમિશીયન અર્મત્‍ય ડવેર, પારસી પંચાયતના સેક્રેટરી ફિરદોસ કાપડીયા સહિતના અગ્રણીઓએ સભામાં ઉપસ્‍થિત રહી પોતપોતાના શબ્‍દોમાં સ્‍વર્ગસ્‍થ રતન ટાટાને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (૧૪.૧૦)

 

(3:00 PM IST)