<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નોરતા પછી પણ ગુજરાતમાં મેઘમહેર યથાવતઃ ૧૩૧ તાલુકામાં વરસાદ

૧૪ તાલુકામાં ર ઇંચથી વધુ અને ૩૩ તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ

અમદાવાદ, તા. ૧૪ : ગુજરાતમાં નવરાત્રી અને દશેરાના તહેવાર બાદ પણ ચોમાસાની વિદાય થઈ નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. સૌથી વધુ વરસાદ સુરેન્‍દ્રનગરના દસાડામાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્‍યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્‍યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૧૪ તાલુકામાં ૨ ઈંચથી વધુ જ્‍યારે ૩૩ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્‍યો છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. મોરબી, સુરેન્‍દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્‍છમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે

(3:18 PM IST)