<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને મળી બોમ્‍બથી ઉડાવી નાંખવાની ધમકી !

ગાંધીનગર પોલીસ, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોર્ડ, ડોગ સ્‍કોવોર્ડે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ, તા.૧૪: નેશનલ લો યુનિવર્સિટીને બોમ્‍બથી ઉડાવવાની ધમકી મળી છે. જેના કારણે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જોકે, તપાસમાં કાંઇપણ શંકાસ્‍પદ મળી આવ્‍યું નથી. નોંધનીય છે કે, ગઇકાલે મોડી રાતે મેઈલથી ગાંધીનગરની લો યુનિવર્સિટીને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રવિવારે રાતે ગાંધીનગરની લો યુનિવર્સિટીને બોમ્‍બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી મેઇલ મારફતે આપવામાં આવી હતી. જોકે, આ સમાચાર મળતા રાત્રે જ ગાંધીનગર પોલીસ, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોર્ડ, ડોગ સ્‍કોવોર્ડે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસમા કાંઇપણ શંકાસ્‍પદ મળી આવ્‍યું ન હતુ.

હાલ પોલીસ આ મેઇલ કયાંથી કરવામાં આવ્‍યો છે અને કોને કર્યો છે તે અંગેની તપાસ હાથ ધરી છે. જોકે, આ મેઇલ કેમ અને કોણે કર્યો હતો તે અંગેની કોઇપણ માહિતી હજી મળી નથી.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરાના એરપોર્ટને પણ બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ પોલીસની અનેક ટીમો દોડતી થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ બોમ્‍બ અને ડોગ સ્‍કવોર્ડની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને તપાસ કરી હતી પરંતુ કઈ વાંધાજનક મળ્‍યા નથી. હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(3:35 PM IST)