<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નળકાંઠા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની કુમારખાણ ખાતે ઉજવણી કરાઇ

શસ્ત્ર પૂજન, પથ સંચાલન સહિતના કાર્યક્રમો યોજાયા કાર્યક્રમ યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નળકાંઠા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કુમારખાણ ગામે શિસ્તબધ્ધ રીતે  ગણવેશધારી સ્વયંસેવકોનું પથ સંચલનનું થયું. પથ સંચલન બાદ બચુભાઇના ઘર સામે મેદાનમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં સ્વયંસેવકો નળકાંઠા તાલુકાના સામાજિક આગેવાનો, ભગિની સંસ્થાઓના કાર્યકરો,બાળકો દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું. 

મુખ્ય બૌદ્ધિક વિરમગામ જિલ્લાના જિલ્લા કાર્યવાહ રમેશભાઇ પરમાભાઈ જાદવ દ્વારા અપાયું હતું. જેમાં એમને‌ આટલા વર્ષોના સંઘર્ષ પછી પણ ભારતીય સંસ્કૃતિ જીવંત છે એની પાછળ ભારતમાં રહેતા લોકોની જીવનશૈલી સાથે જોડાયેલ ધાર્મિક પ્રવૃત્તિઓ છે, વિજીયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, સમગ્ર ભારતને જીતવાના સંકલ્પ સાથે નીકળેલ સિકંદરને રોકનાર પોરસ રાજા, સેલ્યુક્સને માત આપનાર ચંદ્રગુપ્ત મૌર્યના ઉદાહરણ આપી આપણાં ભવ્ય ઈતિહાસને યાદ કર્યો‌ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પછી ક્રમશઃ ડો સાહેબ, ગુરુજી, બાળા સાહેબ દેવરસ, રજ્જુ ભૈયા, સુદર્શન જી, હાલ મોહન ભાગવતજીએ સરસંઘચાલક તરીકે પોતાનું યોગદાન આપ્યું છે તેની વાતચીત કરી‌ હતી. ભારત પર જ્યારે જયારે આફત આવી ત્યારે સંઘ ઉભા પગે રહ્યો છે. કોરોના કાળમાં જીવન જોખમે સ્વંયસેવકોએ કરેલ સેવાઓને યાદ કરી. ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનમાંથી આવતા હિન્દુઓને ખાવા-પીવાની વ્યવસ્થા સ્વયંસેવકોએ કરેલી. પાકિસ્તાન અને ચીન સામેના યુદ્ધમાં પણ સ્વયંસેવકોએ પોતાનું યોગદાન આપેલું. આર.એસ.એસ.ની સ્થાપના 1925 થઈ 2025માં સંઘ 100 વર્ષ પૂર્ણ કરશે આવા સમયે સમયનું યોગદાન એ અતિઆવશ્યક  બની જાય છે, સમયદાન થકી કાર્ય વિસ્તાર વધે એ આપણું લક્ષ્ય છે આથી દરેક સ્વયંસેવક સમયનું યોગદાન જરૂર આપે.

(6:00 PM IST)