તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટે ભરતી જાહેર
નાયબ સેક્શન અધિકારી(કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જ્યારે ગાંધીનગર મહાપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી : ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

ગાંધીનગર :સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 માટે ભરતી જાહેર કરાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટે ભરતી જાહેર કરી છે
નાયબ સેક્શન અધિકારી(કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ગાંધીનગર મહાપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.આવતીકાલથી લાયક ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે
GPSCએ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી જાહેર કરાઈ છે. જે તમામ પરીક્ષાઓમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. સાથો સાથ આપને જણાવી દઈએ કે, આ ભરતી પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આવતીકાલ એટલે કે, 15 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
