<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

હિન્દુ યુવક સમુદ્ર દ્વારા છેલ્લા 20 વર્ષથી વિજયા દશમી મહોત્સવ સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયા દશમી માં વરસાદની હિસાબે વિક્ષેપ પડતા બીજા દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો

ધોરાજીના સ્ટેશન રોડ ખાતે ગોંડલ બાપુના બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સમુદ્ર દ્વારા છેલ્લા 20 વર્ષથી વિજયા દશમી મહોત્સવ સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે
પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા શરૂ કરાયેલા આ રાવણ દહન મહોત્સવ તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા સુધી કાર્યક્રમ ચાલુ રાખ્યો છે
રાવણ દહન ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉમટી પડ્યો હતો
એક કલાક સુધી ચાલેલી ભારે આતસબાજી બાદ હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી વિપુલભાઈ ઠેસીયા કોપી માવાણી કેપી માવાણી કાંતિભાઈ જાગાણી વગેરે ની હાજરીમાં રાવણ દહન કરાયું હતું
રાવણ દહન કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસીયા હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભઈ માવાણી પૂર્વ નગરપતિ કે.પી માવાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ રામભાઈ હેરભા ધોરાજી તાલુકા સંઘના ઉપાધ્યક્ષ હરીશભાઈ હેરભા યુવા અગ્રણી હિતેશભાઈ કોયાણી રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી નીતિનભાઈ જાગાણી ધોબી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોબી ભોલાભાઈ માવાણી અશ્વિનભાઈ વઘાસિયા પ્રફુલભાઈ વઘાસિયા કિશોરભાઈ રાજપુત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાવણ દહન કાર્યક્રમમાં એક કલાક ભારે ફટાકડાની આતશપાચી બાદ રાવણ દહન કરવામાં આવેલ હતું

(8:19 PM IST)