તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
નર્મદા જિલ્લામાં સાપ કરડવાની ઘટના વધી : જેતપુર વઘરાલી ગામના આધેડ ને સાપ કરડ્યો
જિલ્લાના જેતપુર (વઘરાલી) ગામમાં મહિલા ને સાપ કરડતા મોત, નીચલી માથાસર ગામમાં ખેતરમાં પિતા સાથે સુતેલી ૬ વર્ષીય બાળકીને સાપ કરડી જતાં મોત, માંડણ ગામમાં ઢોર ચરાવવા ગયેલા ૧૩ વર્ષીય બાળકને પણ સાપ કરડી જતાં મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ચોમાસા ની ઋતું માં સાપ નિકળવાની ઘટના વધી રહી છે જેમાં ગત અઠવાડિયે બે બાળકો સહિત એક મહિલા ના સાપ કરડતા મોત નીપજ્યા હતા જ્યારે હાલમાં જેતપુર વઘરાલી ગામના આધેડ ને સાપ કરડતા સારવાર માટે ખસેડાયા છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉક્કડભાઇ વનજીભાઇ તડવી ઉ.વ.૬૦ રહે-જેતપુર (વઘરાલી) તા-ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ જંગલમા બળદ ચારવા ગયા હતા તે વખતે જમણા પગના નિચેના ભાગે સાપ કરડી જતા તેમના પત્ની ઉષાબેન કલ્પેશભાઈ તડવી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સરકારી દવાખાના ખાતે લાવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ સ્વસ્થ છે. નર્મદા જિલ્લામાં એક અઠવાડિયા જેવા સમય ના બે બાળકો અને એક મહિલા ને સાપ કરડતા ત્રણેય ના મોત થવાની ઘટના બની હતી. આમ જિલ્લાના ચોમાસા દરમિયાન ઝેરી સાપ નિકળવાની ઘટના વધી છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
