<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ચાલુ કારમાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા : કોચ અને કબડ્ડી ટીમના ટીમના કેપ્ટનની ઘરપકડ : જુઓ વીડિયો

સાવરકુંડલાની ઘટનાને લઇને 13 દિવસ બાદ પોલીસ ફરિયાદ :વિધર્મી યુવક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા: રાજકોટથી પરત આવતી વખતે આ ઘટના બની

સાવરકુંડલાની એક ઘટનાને લઇને 13 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વિધર્મી યુવક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવાના આ મામલામાં હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરાયાના 13 દિવસ બાદ પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

  સાવરકુંડલાની કોલેજની 12 છાત્રાઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામા રમવા માટે જવાનુ હતુ. જેથી કોલેજના પીટી પ્રોફેસર એજાજ કાજી તેમની જ જ્ઞાતિના એક ડ્રાઇવરનું વાહન લઇ 12 વિદ્યાર્થીનીઓને લઇ રાજકોટ જવા નીકળ્યા હતા. કોલેજ સંચાલકોની જાણ બહાર જ આ પ્રોફેસરે રસ્તામાથી પોતાની ગાડીમા કોલેજના છાત્ર સાબીર મલેકને પણ સાથે લીધો હતો.

   ડ્રાઇવર અને પ્રોફેસર આગળની સીટમા બેઠા હતા જયારે યુવકને પાછળની સીટમા યુવતીઓ સાથે બેસાડવામા આવ્યો હતો અને રસ્તામા આ યુવાને કોલેજની એક યુવતી સાથે સતત અડપલા કર્યા હતા. એક યુવતીએ આ હરકતોનો વિડીયો ઉતારી તુરંત વાયરલ કરી દીધો હતો

  રાજકોટથી પરત આવતી વખતે આ ઘટના બની હતી. વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિધર્મીએ શારીરિક અડપલા કર્યા હતી અને વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી નાખવાની ધમકી અપાઇ હતી. કોલેજ મેનેજમેન્ટે પ્રોફેસર એજાજને નોકરીમાંથી હાંકી કાઢ્યો છે.

(11:42 PM IST)