તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 15th October 2024
SoU પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર
તા. ૧૫ ઓકટોબર ૨૦૨૪ થી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૦૭:૪૫ કલાકે યોજાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૫/૧૦/૨૦૨૪ના રોજથી સાંજના ૦૭:૩૦ કલાકના બદલે ૦૭:૦૦ કલાકથી પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી ૦૮:૧૫ કલાકના બદલે સાંજે ૦૭:૪૫ કલાકથી શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં - ૧થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
