<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

નર્મદાની વિવિધ જગ્યાઓની દિવાલો આપી રહી છે “વિકાસ સપ્તાહ" નો સંદેશ”

વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત છે ગુજરાત, સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ જેવી વોલ પેઈન્ટીંગ થકી વિકસિત ભારતનો અપાયો સંદેશ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ અને રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ કરજણ રેસ્ટ હાઉસની બહારની દીવાલ, ટેનિસ કોર્ટ, સી. પી. એડ કોલેજ દીવાલ, વિજય પ્રસુતિ ગૃહની દીવાલ, નવી સિવિલ હોસ્પિટલ, જૂની સિવિલ હોસ્પિટલ અને રાજેન્દ્ર સ્કૂલની દિવાલો પર વોલ પેઈન્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

   જેમાં વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત છે ગુજરાત, સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ જેવા સંદેશ આપવા વોલ પેઈન્ટીંગ થકી રાજ્ય અને નર્મદાના વિકાસનો સંદેશ આપવામાં આવ્યો છે. સાથે-સાથે નર્મદા જિલ્લામાં "વિકસિત સપ્તાહ" માં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે

(12:11 AM IST)