<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

રાજપીપળાના રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે સ્નેહમિલન સમારંભ યોજાયો, શસ્ત્રોની પૂંજા કરી

શસ્ત્રો સાથે રાજપૂત સમાજના આગેવાનો રાજપૂત ફળિયાથી હરસિધ્ધિ મંદિરના પટાંગણ માં પહોંચી શસ્ત્રનું પૂંજન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો એ શસ્ત્રો સાથે રાજપૂત ફળિયાથી હરસિધ્ધિ માતાના મંદિરના પટાંગણમાં શસ્ત્રો નું પૂંજન કરી માતા હરસિધ્ધિ ના દર્શન કર્યા હતા.


આ કાર્યક્રમમાં શ્રીમંત યશોરાજસિંહજી ગોહિલ,  ભારતસિંહજી ગોહિલ, રાજપીપળા રાજપૂત સમાજના આગેવાન કુલદીપસિંહ ગોહિલ, દુષ્યંતસિંહ રાવલજી, ગજેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ માંગરોલા, એન.બી. મહીડા, કરણસિંહ ગોહિલ, ભૂપતસિંહ રાવલજી ગિરિરાજસિંહ ખેર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:12 AM IST)