<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

રાજપીપળા લીમડા ચોક વિસ્તારમાં ગરબા રમવા આવેલ વ્યક્તિની બાઈક ચોરી થતાં ફરિયાદ

પરિવાર સાથે ગરબા રમવા ગયેલા શખ્સએ નજીકમાં બાઈક પાર્ક કરી હતી, ગરબા રમ્યાં બાદ બાઈક ત્યાં નહિ મળતા ચોરી થયાની વાત સામે આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો જેમાં અનેક ઠેકાણે ગરબાના રસિયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને શાંતિપૂર્ણ રીતે નવરાત્રી પર્વ પૂર્ણ થયો પરંતુ રાજપીપળા લીમડા ચોક વિસ્તારના ગરબા રમવા આવેલા એક વ્યક્તિની નજીકમાં પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ થઈ છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર વિયજકુમાર જંયતિભાઇ પટેલ( ઉ.વ.૨૮) ધંધો-ખેતીકામ( રહે.લુહાર સુથારની વાડી પાસે રામબાગ સોસાયટી રાજપીપલા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમના પત્ની અને દીકરા સાથે લીમડા ચોક વિસ્તાર માં ગરબા રમવા ગયા હતા અને ત્યાં નજીકમાં તેમની હોન્ડા કપંની ડીઓ મોપેડ ગાડી નં. GJ- 06-FL-1790 બાઈક તા.૦૮/૧૦/૨૦૨૪ ના રાત્રી ના સમયે લીમડા ચોક પાસે પાર્ક કરેલી જેની કિ.રૂ.૨૦, ૦૦૦/- છે જેની કોઈ ચોર ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(12:13 AM IST)