<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

રાજપીપળા મેડિકલ કોલેજમાં MBBSમા ૧૦૦ સ્ટુડન્ટ્સના એડમિશન થયા: ડો.દર્શનાબેન દેશમુખે શુભકામના પાઠવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે કાર્યરત GMERS મેડિકલ કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લઈ ડોકટર બને છે અને હાલમાં નવી ત્રીજી બેચ માં એમબીબીએસ માં ૧૦૦ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ એ એડમિશન લેતા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મેડિકલ કોલેજના ડીન ડો.અવનિશ દવે, એડી. ડીન ડૉ. વિલાસ ખંડરે, સુપ્રિટેન્ડેન્ટ ડો. હરેશ કોઠારી સહિત અન્ય ટિચિંગ ફેકલ્ટી હાજર રહ્યા હતા. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પોતે ગાયનેક ડોકટર હોવાથી એક ડોકટર તરીકે નવા એડમિશન લઈ આજથી ડોકટરી ખેત્રે શરૂઆત કરતા એમબીબીએસ ના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ ને શુભકામનાઓ પાઠવી હતી.
આમ GMERS  મેડિકલ કોલેજ, રાજપીપળા ખાતે MBBS ના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને આવકારી સીધો સંવાદ સ્થાપિત કરી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે ગાયનેક ડોકટર (ધારાસભ્ય) ડૉ.દર્શનાબેન દેશમુખે શુભકામનાઓ પાઠવી હતી.

(12:15 AM IST)