News of Tuesday, 15th October 2024
મોતને આમંત્રણ : રાજપીપળા દરબાર રોડ પર ખુલ્લા ફ્યુઝ બોક્ષ શું કોઈનો ભોગ લેવાની રાહ જુવે છે
વીજ કંપની દ્વારા લગાવેલી ટ્રાન્સફોર્મર આગળની જાળીઓ પણ તૂટી ગઈ હોય અંદર કોઈ બાળક ઘુસી જાય તો ખુલ્લા ફયુઝ બોક્ષમાં જીવનું જોખમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા શહેરમાં અનેક ઠેકાણે વીજ કંપની દ્વારા લાગેલી ડીપી (ટ્રાન્સફોર્મર) અને તેની ફરતે લગાવેલ સેફ્ટી માટેની જાળી તૂટેલી હાલતમાં હોવાથી ક્યારેક જીવલેણ સાબિત થાય એમ જણાય છે.
રાજપીપળાના દરબાર રોડ જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા બે ટ્રાન્સફોર્મરના પોલની આસપાસ લગાવેલ સેફ્ટી માટેની જાળી ઘણા સમયથી તુટી ગયેલ હાલત માં સ્પષ્ટ જોવા મળે છે, છતાં ત્યાં વારંવાર થતા ફોલ્ટ રિપેર કરવા આવતા વીજ કંપનીના કર્મચારીઓ કે ત્યાંથી જતા આવતા અધિકારીઓ જાણે આંખ આડા કાન કરતા હોય એમ કોઈને આ ગંભીર બાબત નજરે કેમ પડતી નથી..? તૂટેલી જાળીની અંદર ફીટ કરેલા ફ્યુઝ બોક્ષ પણ ખુલ્લા જોવા મળે છે, જેમાં ફ્યૂઝના ઉપરના કવર પણ નથી માત્ર અંદર તાર બાંધેલા હોવાથી કોઈ બાળક કે પશુ જો તેને અડે તો રામ રમી જાય તેવો ખતરો હોવા છતાં આવી ગંભીર બાબતને નજર અંદાજ કરતાં વીજ કંપનીના અધિકારીઓ શું કોઈ બાળક કે રખડતા પશુ નો ભોગ લેવાયા બાદ કામગીરી કરશે..?
રાજપીપળા શહેરના આવા ઘણા ડિપી છે ત્યાં આ રીતે જોખમ મંડરાઈ રહ્યું છે તો વીજ કંપની ના અધિકારીઓ આવી ગંભીર બાબત ને નજર અંદાજ નહિ કરી તાત્કાલિક તેની મરામત કરાવે એ જરૂરી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
