<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

અંધશ્રદ્ધાએ વધુ એક પરણિતાનો ભોગ લીધો : મહીસાગરમાં ભુવાએ આપેલું પીણું પિતા મોત

મહિસાગરના મોટા ખાનપુરમાં રહેતી પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની :શરીરમાં દુખાવો થતો હોય માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા

મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાત જાણે એમ છે કે પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા. માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં પરણિતાની તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.  

   બાદમાં પરિણીતાને અલગ અલગ દવાખાને લઇ જવામાં આવી હતી. મહિલાને મોડાસા, વડોદરા અને છેલ્લે અમદાવાદ ખાતે લઇ ગયા પરંતુ પરિણીતાનો જીવ બચી શક્યો નહીં. પરિણીતાનું મોત થયું હતું.

(12:49 AM IST)