News of Tuesday, 15th October 2024
સાંજે વડોદરાના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો
સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા, સમતા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

વડોદરા :હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેરમાં વરસાદનું ફરી આગમન થયું છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા દીબાંગ વાદળાઓ બંધાયા હતા અને હવે સમી સાંજે વરસાદનું આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો .
ચોમાસાનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. જતા જતા પણ મેઘરાજા વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોને ધમરોડી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ચાર એક દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે દશેરા પર્વમાં પણ મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા, સમતા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
સમી સાંજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરીજનોને બફારા તેમજ ગરમી માંથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
