News of Wednesday, 16th October 2024
સાયબર ફ્રોડ, હવાલાના ઇન્ટરનેશનલ ષડયંત્રનો સુરત SOG દ્વારા પર્દાફાશ
ત્રણ કહેવાતા ડોકટર પિતા પુત્રોની ભૂમિકા બહાર આવી, દુબઇ અને ચીનની બેંકોમાં એકાઉન્ટ, દેશભરમાં ૨૮ ફરિયાદો હોવાના રેકોર્ડ મળ્યાઃ અકિલા સાથે પીઆઇ અતુલ સોનારા આંતરરાષ્ટ્રીય કાવતરાનાં તાર ખોલ્યા : વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો રચવામાં આવી, દૂબઇથી મેળવેલ નાણા ડોલરમાં ફેરવવા ફરી દુબઇ મોકલવામાં આવતા હતાઃ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં એસઓજીને વધુ એક મોટી સફળતા મળી

રાજકોટ તા. ૧૬: સુરત એસઓજી દ્વારા દુબઈ, અને ચાઇના દેશ સુધી લિંક ધરાવતા સાયબર ફ્રોડ અને હવાલાથી નાણાં મોકલવા, બોગસ એકાઉન્ટ્સ ખોલવા સહિતના સંખ્યાબંધ ગુન્હાઓના આરોપી ડોકટર પુત્રોને ઝડપી ઇન્ટરનેશનલ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હોવાનું અકિલા સાથેની વાતચીતમાં સુરત એસઓજી પીઆઇ અતુલ સોનારા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપી કુલ ૬ આરોપીનો પર્દાફાશ કરી, અલગ અલગ દેશોની કરન્સી, ચેક બુકો, ડેબિટ કાર્ડ, રૂપિયા ગણવાનું મશીન રોકડ વિગેરે મુદ્દામાલ પોલીસ કમિશનર. અનુપમસિંહ ગેહલોત, જેસીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં કબ્જે કર્યો છે.
સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ જેમના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે તેવા પીઆઇ અતુલ સોનારા દ્વારા જણાવેલ કે આ આરોપીઓ સામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રેકર્ડ ચેક કરતા કુલ ૨૮ જેટલી ફરિયાદો થયાનું બહાર આવેલ છે.
વોન્ટેડ આરોપી મહેશકુમાર મફતલાલ દેસાઈ જે હાલ દુબઈ ખાતે રહે છે જે સાયબર ફ્રોડથી મેળવેલ નાણા હવાલા/આંગડીયા મારફતે સુરત ખાતે આરોપી મકબુલ S/O અબ્દુલરહેમાન ડોકટર નાને મોકલે છે. જે નાણા આરોપી માઝ S/O અબ્દુલરહીમ નાડા નાનો આંગડીયા પેઢીમાંથી મેળવી આરોપી મકબુલ S/O અબ્દુલરહેમાન ડોકટર નાને આપે છે. આરોપી મકબુલ S/O અબ્દુલરહેમાન ડોકટર નાનો આ નાણાને USDT માં ફેરવવા માટે USDT Wallet ધરાવતા ઈસમોને પહોંચાડી તે ઈસમો પાસેથી આરોપી મકબુલ S/O અબ્દુલરહેમાન ડોકટર નાનો Wallet TO Wallet USDT મેળવે છે.
આરોપી મકબુલ S/O અબ્દુલરહેમાન ડોકટર નાનો આ મેળવેલ USDT Wallet TO Wallet વોન્ટેડ આરોપી મહેશકુમાર મફતલાલ દેસાઈ નાને મોકલી આપે છે. એક લાખ રૂપિયાએ રૂ.૧૦,૦૦૦નો આર્થિક ફાયદો મળતો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
