News of Wednesday, 16th October 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં મેઘમહેર:કપરાડામાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજકોટના લોધિકામાં પણ દોઢ ઈંચ વરસાદ :જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની વિદાય થઈ નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અહીંયા સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજકોટના લોધિકામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડામાં 3 ઈંચથી વધુ જ્યારે રાજકોટના લોધિકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
