News of Wednesday, 16th October 2024
જમીન કૌભાંડ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા જે.કે. સ્વામીની ધરપકડ

સુરત, તા. ૧૬ : સ્વામિનારાયણ મંદિરના મહંત જય કળષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામીની CID ક્રાઇમે ધરપકડ કરી છેજમીન કૌભાંડ કેસમાં સ્વામિનારાયણ મંદિરના મહંતની CID ક્રાઇમે ધરપકડ કરી છે. જય કળષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મહંત વિરૂદ્ધ રાજકોટ અને સુરતમાં ગુનો નોંધાયા છે ત્યારે ઘ્ત્ઝ ક્રાઇમે ૧૦ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
અત્રે જણાવીએ કે, સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી વિરૂદ્ધ સુરતના કોર્પોરેટરએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સુરતના વોર્ડ નંબર ૨૨ના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે જે.કે.સ્વામીએ ૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંતના અગાઉ પણ કારસ્તાન સામે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્વામિનારાયણ મંદિરના મહંતના કારસ્તાન સામે આવ્યા હતા. તેમણે સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૬માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા ૧.૭૦ કરોડ પડાવ્યા હતા. સાથે જ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ એક ડૉક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
