<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ઉજજૈનથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના યુવકનું અકસ્‍માતમાં મોત

બે મિત્રો બાઇક ઉપર મહાકાલના દર્શન કરવા નિકળેલ

ઉજજૈન : તા : ૧૬: અમદાવાદ થી ઉજજૈન બાઇકથી દર્શન કરવા આવેલ યુવકનું દુર્ઘટનામાં મૃત્‍યુ નિપજયુ હતું. જયારે મિત્ર ગંભીરરૂપે ઘાયલ થયો હતો. અમદાવાદના નારોલના રહેવાસી હિમાંશુ પાલ (૨૪) અને સંતોષ બધેલ બાઇકઉપર ઉજજૈન દર્શન કરવા નિકળ્‍યા હતા. દર્ર્શન કરી પરત ફરતી વખતે નલવા ગામ પાસે વાહન ચાલકે ટકકર મારતા સંતોષનું ઘટના સ્‍થળે મોત નિપજયુ હતું જયારે હિમાંશુ ગંભીરરીતે ઘાયલ થયેલ પોલીસે તપાસ આદરી છે.

(2:22 PM IST)