હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાવ વિધાનસભા બેઠક જાળવવી કોંગ્રેસ માટે અને જીતવી ભાજપ માટે પડકારરૂપ
શુક્રવારથી તા.૨૫ સુધી ફોર્મ રજુ કરવાની મુદતઃ ૧૩ નવેમ્બરે મતદાનઃ રાજકીય ગરમાવો

રાજકોટ તા.૧૬: કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણીનું પણ એલાન કર્યું છે. તા.૧૩મી નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે જયારે તા.૨૩મીએ પરિણામ જાહેર કરાશે. વાવ બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતાં વાવ બેઠક ખાલી પડી, ૩.૧૦ લાખ મતદારો છે. આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી છે. કોંગ્રેસે તો એકાદ મહિનાથી સંમેલન-બેઠકો યોજીને ચૂંટણી જીતવા તૈયારીઓ આદરી છે. હવે ચૂંટણી મેદાને કોણ બાજી મારશે તે તો પરિણામ વખતે જ ખબર પડશે. ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રિક કરતાં ચૂકયુ છે. બનાસકાંઠાની બેઠક ભાજપે ગુમાવવી પડી હતી. હવે વાવ બેઠક જીતવી એ ભાજપ માટે પડકાર સમાન છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવીએ પ્રતિષ્ઠાનો સવાલ છે. વિધાનસભાના અઘ્યક્ષશ્રી શંકર ચૌધરી માટે પણ આ પેટાચૂંટણી લિટમસ ટેસ્ટ બની રહેવાની છે કેમકે વાવ વિધાનસભા બેઠકમાં ૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ અને ૦૧ થર્ડ જેન્ડર એમ મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારો પેટાચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર મત વિસ્તારમાં કુલ ૩૨૧ મતદાન કેન્દ્રો છે. લોકસભાની ચૂંટણીને હજુ ત્રણેક મહિના થયા છે, ત્યારે વાવ મત વિસ્તારના મતદારોને ફરી એક વાર જનપ્રતિનિધી ચૂંટવાની તક મળી છે. પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ થી તા.૨૫ આક્ટોબર સુધીમાં ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ૧૩મી નવેમ્બરે મતદાન થશે અને ૨૩મીએ પરિણામ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચના એલાનને પગલે વાવ મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગૂ કરાઇ છે.
એક બેઠક પર પેટાચૂંટણી હોવાથી ભાજપ ધારાસભ્ય, સાંસદોથી માંડીને નેતાઓની ફોજ ઉતારશે. વાવ બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે. બીજી તરફ, કોંગ્રેસે પણ વાવ બેઠક પર મજબૂત-સક્ષમ ઉમેદવાર ઉતારવા તૈયારીઓ આદરી છે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કે.પી. ગઢવી, ઠાકરશી રબારી , સ્વરુપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ વગેરે દાવેદારી નોંધાવી છે.(૨.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
