હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત સરકારના કર્મચારીઓને પગાર - પેન્શન વ્હેલા મળશે : દિવાળીને લઇને લેવાયો નિર્ણય
૨૩-૨૫ દરમ્યાન એડવાન્સ ચુકવણી

અમદાવાદ, તા.૧૬: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજાર લોકોની ભીડથી ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ચહેરા પર ખુશી લાવી દે એવી મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવળત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખતાં કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી ૨૩થી ૨૫ ઓક્ટોબર દરમિયાન કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની ૨૩ થી ૨૫ તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.
વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી રજૂઆતનો સકારાત્મક -તિસાદ આપતા તેમણે ઓક્ટોબર-૨૦૨૪ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
