<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ગાંધીનગર જિલ્લામાંથી ૮૨૨ કિલો શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો પકડાયો

જથ્‍થો જપ્‍ત કરીને નમૂનો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્‍યા

ગાંધીનગર,તા. ૧૬: ગુજરાતમાં આગામી દિવાળીના તહેવારોને ધ્‍યાનમાં રાખીને ભેળસેળયુક્‍ત ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જેના માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્‍યાએ દરોડા પાડીને અખાદ્ય તથા ભેળસેળયુક્‍ત સામગ્રીનો જથ્‍થો જપ્ત કરી રહ્યું છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સિનિયર ફુડ સેફ્‌ટી ઓફિસર દ્વારા ગાંધીનગર જિલ્લાના ગલુદણ ખાતે મે. શ્રી કુલદેવી માર્કેટીંગ કંપની તથા અંજની માર્કેટીંગ નામની પેઢીમાં બાતમીના આધારે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીઓમાંથી રૂપિયા ૫.૨૬ લાખની કિંમતનો આશરે ૮૨૨ કિલોગ્રામ શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપરાંત બનાસકાંઠાનાધાવેરામાંથી શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો ઝડપાયો છે. ૭૦૩ કિલો શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો જપ્‍ત કરી નમૂના તપાસ માટે મોકલાયા છે. સાગરનું લેબલ લગાવીને ઘી બજારમાં મોકલાતુ હોવાનો ખુલાસો થયો છે.

(3:28 PM IST)