News of Wednesday, 16th October 2024
વાવ ભાજપના પ્રભારી તરીકે અર્જુનસિંહઃ કાલે સેન્સ લેવાશે

રાજકોટ તા. ૧૬ :.. કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા. ૧૩ નવેમ્બરે યોજવાનું જાહેર કર્યુ છે. ભાજપ દ્વારા આ પેટાચૂંટણીમાં મતક્ષેત્રના પ્રભારી તરીકે ખેડા જિલ્લાના મહેમદાબાદના ધારાસભ્ય અને રાજયના પૂર્વ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની નિમણુક કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર પસંદ કરવા આવતીકાલે સેન્સ લેશે.પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે (મો. નં. ૯૯૯૮૮ ૬૯૯૬૦) એ નેતાઓના માર્ગદર્શન અને કાર્યકરોની મહેનતથી જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
