હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 16th October 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમા 1711 રૂપિયા બોલાયો :જાણો અન્ય 37 યાર્ડમાં શું રહ્યો ભાવ ?
ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 3,325.26 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક ?

અમદાવાદ : ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 3,325.26 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમા 1711 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1690 રૂ. જ્યારે નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1670 રૂ., મોરબીમાં 1660 રૂ., જામનગરમાં 1650 રૂ., ગોંડલમાં 1616 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,325.26 ટન કપાસની આવક થઇ છે.


(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
