News of Wednesday, 16th October 2024
ગેનીબેન ઠાકોર અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના નિવેદનથી જબરી ચર્ચા
અમદાવાદમાં વિરાટ ગૌ સંમેલન યોજાયું : શંકરાચાર્યએ ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું: ગેનીબેને કહ્યું -કતલખાના પાસેથી ફંડ લીધું હોય તેવી પાર્ટીઓનાં નામ જાહેર થાય.

અમદાવાદમાં વિરાટ ગૌ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી પધાર્યા હતા. સાથે જ આહિપના પ્રવીણ તોગડિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર, પ્રગતિ આહીર સહિત અન્ય નેતાઓ અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે
અમદાવાદમાં આજે વિરાટ ગૌ સંમેલન યોજાયું હતું, જેમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી પધાર્યા હતા.આ સંમેલનમાં કોંગ્રેસનાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આહિપના પ્રવીણ તોગડિયા. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર, પ્રગતિ આહીર, સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ વાઇરલ થયું હતું. તેમણે ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું હતું. જો કે, આ સંમેલન ગૌ માતા માટે યોજાયું કે પોલિટિકલ એજન્ડા માટે યોજાયું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે
આ સંમેલનમાં હાજર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ ખૂબ જ ચર્ચામાં છે. ગેનીબેને માગ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાય. ગૌશાળા માટે અલગથી બજેટ ફાળવવામાં આવે. ગેનીબેને આગળ કહ્યું કે, ગૌશાળા માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય. સાથે કતલખાના પાસેથી ફંડ લીધું હોય તેવી પાર્ટીઓનાં નામ પણ જાહેર થાય.
સંબોધનનાં અંતે ગેનીબેને કહ્યું કે, સત્તાધીશોને ભગવાન કૃષ્ણ સદબુધ્ધિ આપે. જો કે, હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વાવની પેટાચૂંટણીમાં ગૌ માતા મુખ્ય મુદ્દો બની શકે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
