<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

વડોદરામાં રોગચાળો વકર્યો : 24 કલાકમાં ડેન્ગ્યૂના 7 કેસ નોંધાયો

કેસો વધતાની સાથે જ તંત્ર જાગ્યુ : 24 હજારો ઘરોમાં તાત્કાલિક ફોગીંગ કરવામાં આવ્યું

વડોદરા શહેરમાં ડેન્ગ્યૂના કેસોમાં ફરી વખત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં છેલ્લા 24 કલામાં 7 કેસ નોધાતા તંત્ર દોડતુ થયુ છે. અને વડોદરામાં તમામ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ છે.
થોડા દિવસથી વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. તેવામાં લોકોને ઘરે ઘરે બિમારી જોવા મળી રહી છે. તેવામાં એક જ દિવસમાં ડેન્ગ્યૂના કેસોમાં સખત વધારો નોંધાવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યૂના કેસોમાં વધારો જોતા જ તંત્ર જાગ્યુ છે. અને વડોદરામાં  24 હજાર ઘરોમાં તાત્કાલિક ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી રોગ ચાળો વધારો પડતો ના ફેલાય.
વડોદરામાં વરસાદના લીધે પાણી ભરાય છે. અને પાણીના લીધે મગરો સોસાયટીના અંદર ઘૂસી જતા હોય છે. તેવા સમાચાર દિવસે દિવસે મળતા રહે છે. પણ હવે વરસાદ બંધ થવાની સાથે જ વડોદરા શહેરમાં રોગચાળો ફેલાવા લાગ્યો છે. જેમકે ચેકિનગૂનિયા ડાયફોટ જોવા કેસોમાં વધારો નોધાવામાં પણ આવી રહ્યો છે.  વરસાદ બંધ થતાની સાથે જ મેલેરિયા જેવા કેસોમાં 1143 દર્દીનો વધારો પણ જોવા મળી રહ્યો છે. આવા કેસો વધતાની સાથે જ તંત્ર જાગ્યુ છે. અને યુદ્ધના પગલે વડોદરાના દરેક ઘરમાં ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.


 

(11:32 AM IST)