<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કરોડોની ટેક્સ ચોરી મામલે ED એક્શનમાં: GST વિભાગની ફરિયાદ બાદ ગુજરાતમાં એકસાથે 23 સ્થળે દરોડા: ‘પત્રકાર’ સહિતના ઝપટે

રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં કુલ 23 ઠેકાણે દરોડાની કાર્યવાહી: PMLA હેઠળ એક કેસ દાખલ કર્યો : ત્રણની ધરપકડ

અમદાવાદ : GST વિભાગની અફરીયાદ બાદ તપાસમાં EDની એન્ટ્રી થઈ છે.એજન્સીએ ગુજરાતમાં અનેક ઠેકાણે દરોડા પાડીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક ‘પત્રકાર’સાથે સંબંધિત ઠેકાણાંએ પણ ઇડીએ તપાસ હાથ ધરી છે 

  મીડિયા અહેવાલો અનુસાર, ED રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં કુલ 23 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી રહી છે. આ મામલે એજન્સીએ PMLA હેઠળ એક કેસ દાખલ કર્યો છે.

  અમદાવાદ પોલીસની એક FIR જે GST વિભાગની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી હતી. વિભાગે કરોડોના ફ્રોડની જાણકારી મેળવ્યા બાદ અમુક ફર્જી કંપનીઓ અને તેના પ્રોપરાઇટરો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી એક ફર્મનું કનેક્શન એક રાષ્ટ્રીય અખબારના ‘પત્રકાર’ સાથે નીકળ્યું હતું. ત્યારબાદ પૂછપરછ પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તે 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. 

 

 

આ કેસમાં પત્રકાર ઉપરાંત અન્ય ત્રણની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ પકડાયા. એમ અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મામલાની તપાસ કરી રહી હતી, પરંતુ તેમાં વધુ ઘટસ્ફોટ થતાં માહિતી ઇન્કમ ટેક્સ વિભાગ અને EDને આપવામાં આવી હતી. 

(11:43 AM IST)