તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th October 2024
આજે સૌરાષ્ટ્રના ૪ તથા મધ્ય-દક્ષીણ ગુજરાતના ૮ જીલ્લાઓમાં વરસાદની આગાહી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ,તા. ૧૭: ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ હવામાન વિભાગે આગામી ૨૨ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી
આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૮થી ૨૦ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તેમજ ૨૧-૨૨ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યના ૨૯ તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં ૧.૮૫ ઇંચ, પોરબંદરના રાણાવાવ અને ભરૂચના ઝઘડીયા ૧.૩૪ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૧.૦૬ ઇંચ, જૂનાગઢના માળીયા-હાટીના તથા સુરતના માંગ્રોલમાં ૧.૦૨ ઇંચ વરસાદ ખાબકયો છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
