News of Thursday, 17th October 2024
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં મેઘમહેર :સૌથી વધુ રાજકોટના કોટડા સાંગાણીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
11 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો,અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ રાજકોટના કોટડા સાંગાણીમાં 2 ઈંચ જેટલો ખાબક્યો છે. હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ સુધી ચોમાસાની વિદાય થઈ નથી. વરસાદ સતત વરસી રહ્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કોટડા સાંગાણીમાં 2 ઈંચ જેટલો ખાબક્યો છે. 11 તાલુકામાં 1 ઈંચ કરતા વધાકે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
