<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કાલે માણસામાં ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર,તા. ૧૭ : જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૧૮ ઓકટોબરના રોજ સવારે ૧૦ કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા તિજોરી કચેરીની બાજુમાં,તખતપુરા રોડ, માણસા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.  જેમાં ધો. ૧૦ તથા  ૧૨ પાસ,આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે.

રોજગાર ભરતી મેળામાં કસ્ટમર સપોર્ટ એકિઝકયુટિવ, સેલ્સ એસોશિએટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડિનેટર, સુપરવાઇઝર, ટેલી માર્કેટ, રિશેપ્શનીસ્ટ, બેંક ઓફિસ સ્ટાફ, આઈ.ટી.આઈ ડિપ્લોમા એન્જિનિયર વગેરે જગ્યાઓ માટે ભરતી કરવાનીહોઈ , રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા  આયોજન થનાર  ભરતી મેળામાં  જીલ્લાના તમામ  રોજગારવાઇન્છુક ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવાયું છે.

(2:43 PM IST)