<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન: ૭ જરુરિયાતમંદોને નવજીવન

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તાર માં રહેતા ભાનુબેનનાં અંગદાન થી ૩ લોકોને નવજીવન અને બે વ્યકિત ને આંખની રોશની મળશે:જ્યારે બીજા ગુપ્ત અંગદાન થકી ૪ લોકોને નવજીવન મળશે: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૧ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૩૭ જરૂરીયાતમંદને જીવનદાન:બંને કિસ્સાઓમાં પોતાના સ્વજન પ્રત્યેની અતુટ લાગણી અને પરોપકાર ભાવથી સ્વજનોએ અંગદાનની સંમતિ આપી:-.ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક , સિવિલ હોસ્પિટલ અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે. પ્રથમ કિસ્સામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા ૧૭૦માં અંગદાનની વિગતો જોઈએ તો,  અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ભાનુબેન વાઘેલાને તારીખ ૧૦ ઓક્ટોબર ના રોજ પોતાના ગામ સુરેન્દ્રનગર નાં કોઠારીયા ખાતે માતાજીનું નિવેજ કરી પાછા ફરતા જુહાપુરા ખાતે માર્ગ અકસ્માત થતા માથાના ભાગે ઇજા થઇ હતી.

   માથાની ગંભીર ઇજાના કારણે પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ એસ.વી. પી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા . ત્યારબાદ વધુ સારવાર અર્થે તારીખ ૧૧ ઓક્ટોબર ના રોજ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.૧૪.૧૦.૨૦૨૪ના રોજ ડૉક્ટરોએ ભાનુબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
  સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ભાનુબેનના બે દિકરાઓને અંગદાન વિશે સમજાવતા બંને દીકરાઓ ઉમંગભાઈ અને હર્ષદ ભાઈએ  હ્રદયપૂર્વક જન્મ આપનાર માતાના અંગોનું દાન કરી બીજા કોઈ માસુમનાં માથે થી તેની માતાની છત્રછાયા જતી રહેતા બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો.
   બીજા કિસ્સામાં ૧૭૧માં અંગદાનની વાત કરી એ તો તારીખ ૧૬.૧૦.૨૨૪ના રોજ સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર દરમ્યાન એક યુવાન વ્યક્તિ બ્રેઇન ડેડ થતા તેના પરીવારજનો દ્વારા તેમના અંગો નુ ગુપ્ત દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો જેનાથી એક લીવર, બે કીડની તથા હ્રદયનુ દાન મળ્યુ.
  અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બે અંગદાન થકી  સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૫૫ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૩૭ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ ચાર કિડની તેમજ બે લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હ્રદયને યુ એન મેહતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૦૮ કિડની, લીવર -૧૪૮, ૫૨ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને ૧૧૬ આંખોનું દાન મળ્યું છે

(6:59 PM IST)